
ભુજ શહેર ૧૧ વોર્ડની સંકલીત નગરપાલીકા છે. જેમાં થી વોર્ડ નંબર ૨ અને ૩ માં કામ કરવાની શરૂઆત કરવામાં આવી છે કારણ કે. . .
૧. વોર્ડમાં ૮૦ % વંચીત વિસ્તારો આવેલા છે.
૨. વોર્ડ નાં કાઉન્સીલરો હકારાત્મક અભિગમ ધરાવે છે.
૩. વોર્ડ માં મુળભુત શુવિધાઓની અપુરતી વ્યવસ્થા.
૪. આ વોર્ડોમાં સેતુ વર્ષોથી જરૂરીયાત મંદ લેાકો સાથે કામ કરતુ હોવાથી સારા સબંધો..
૫. પછાત વિસ્તારો હોવાને કારણે સરકારી યોજનાની માહીતીનો અભાવ.
વોર્ડનાં વિવિધ વિસ્તારોમાંથી વોર્ડ (શહેર)

માટે ચિંતીત નાગરીકોની સહભાગીતાથી એરિયાકમિટી અને તે એરીયા કમિટીમાંથી મહિલા અને પુરૂષોનાં સમાન પ્રતિનિધિત્વ દ્રારા દરેક વોર્ડમાં વોર્ડ કમિટીની રચનાં કરવી.
વોર્ડ નં.૨ માં કુલ ૪૩ વિસ્તારોમાં ૪૦૦૩ જેટલા પરિવારો વસવાટ કરી રહ્યા છે.જેની વસ્તી ૧૬૮૫૨ છે. આ વિસ્તારોમાંથી કુલ ૧૩ નાગરીકોની વોર્ડ કમિટી બનાવવામાં આવી છે.
આવી જ રીતે વોર્ડ ન.૩ માં કુલ ૧૨૭૨૨ ની વસ્તી છે.જેમાં નગરપાલીકાનાં પ્રમુખ શ્રીની હાજરીમાં ૧૫ નાગરીકોની વોર્ડ કમિટીનું ગઠન કરવામાં આવેલ છે.
વોર્ડ કમિટીની રચનાની પ્રક્રિયા.

વોર્ડ કમિટીની રચનાં માટે વોર્ડનાં નાગરીકોને જાણ કરવામાં આવે છે અને હાજર રહેલ નાગરીકો ની હાજરીમાં જાહેર જગ્યાએ વોર્ડ કમિટીની રચનાં કરવામાં આવે છે.
- વોર્ડ કમિટીમાં દરેક સમાજમાંથી પણ પ્રતીનિધિત્વ આવે તેની પણ ગોઠવણ કરવામાં આવે છે.
- વોર્ડ કમિટીનાં સભ્યો માટે વોર્ડની વસ્તીને ધ્યાનમાં રાખીને પ્રતિનિધિઓ નકી કરવાનાં રહે છે. ભુજ શહેરમાં વોર્ડની વસ્તીને ધ્યાનમાં લઇને ૩૫૦ થી ૫૦૦ પરિવારોએ ૧ વ્યકિતી અને એક વિસ્તારમાં ૫૦૦ થી વધારે વસ્તી હોય તો વધારાની ૧ વ્યકિતી વોર્ડ કમિટીમાં સભ્ય તરીકે જોડાઇ શકે છે.
- વોર્ડ કમિટીની રચના. સમયે નગરપાલીકાનાં અધિકારી અને મેયરશ્રીની હાજરી હોવી જરૂરી છે.
- વોર્ડમાં સ્થાયી રહેનાર જ વોર્ડ કમિટીનાં સભ્ય બની શકશે.
- કાઉન્સિલરો હોદાની રૂએ વોર્ડ કમિટીમાં સભ્ય રહેશે.
- વોર્ડ કમિટીમાં ૫૦ % બહેનોની ભાગીદારી ફરજીયાત રહેશે.
- વોર્ડ કમિટી દ્રારા ચાર નગરસેવકો પૈકી કોઇ ૧ વયકિત વોર્ડ કમિટીનાં અધ્યક્ષ રહેશે.
- અધ્યક્ષનો કાર્ય સમય દર અઢી (૨.૫ વર્ષે) બદલતા રોટેશન મુજબ રહેશે.
- દર મહિને વોર્ડ કમિટીની મીટીંગ બોલાવવી જેમાં હાજર સભ્યોની સહી લેવી તેમજ મીટીંગ મીનીટસ લખાવવાની જવાબદારી અધ્યક્ષની રહેશે.
વોર્ડ કમિટીની ઉપલબ્ધીઓ.

સૌ પ્રથમ વખત વોર્ડ નં. ૨ નાં દરેક ઘરની માહીતીનાં આધારે કોમ્યુટર રાઇઝ નકશાઓ બનાવવામાં આવેલ છે.આ યુ.પી.એસ.એસ. ડેટાબેઝ ઓન લાઇન પ્રષય છે.જે આયોજન બનાવવામાં ઉપયાગમાં લેવાય છે. તે નિયમીત રીતે અપડેટ કરવામાં આવશે.
- ૮૦% લોકોને આધારકાર્ડ ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે.
- વૃધ સહાય,વિધવાપેન્શન,રાશનકાર્ડ વગેરે જેવા સબંધીત કામો માટે સંકલન કરવામાં આવયું છે.
- નાણાકીય વર્ષ ૨૦૧૬/૧૭ માટે વોર્ડ આયોજન અને બજેટ તૈયાર કરવામાં આવેલ છે.વોર્ડ ૨ અને ૩ નાં આયોજન અને બજેટને સતાવાર રીતે નગર પાલીકમાં આપવામાં આવેલ છે.આયોજન અંતરગત મોટા ભાગનાં કામોનો નગરપાલીકા દ્રારા અમલ કરવામાં આવેલ છે.
વોર્ડ સમીતીઓનાં નિરીક્ષણ નાં પરિણામે રસ્તા,ગટર,રોડ લાઇટ, પ્રા.શાળા,શૌચાલય, સહિતના કામોની ગુણવતામાં સુધારો થયો છે.
ભુજનાં દરેક વોર્ડ માં વોર્ડ સમીતીનુ. ગઠન થવું જોઇએ, જે નગરસેવકો અને નાગરીકોને ખુ્રબ જ મદદરૂપ થશે જેથી તેમનાં કાર્યમાં સરળતા ઉભી થશે.
વોર્ડ સભા:-
વોર્ડ નં ૨ ની વોર્ડ કમિટી દ્રારા વોર્ડ સભાનું આયોજન ૧૭.૧૨.૨૦૧૬ નાં રોજ વોર્ડ સભાનું આયોજન કરવામાં આવેલ જેમાં ભુજ નગર સેવા સદનના ચીફ ઓફીસર , કારોબારી ચેરમેન અન્ય વોર્ડ નાં નગર સેવકો અને વોર્ડ નાં ૨૫૦ જેટલા નાગરીકો હાજર રહ્યા હતા. વોર્ડ સભામાં ગત વર્ષમાં નગરપાલીકા દ્રાર કરવામાં આવેલા કામોનો હીઅસાબ વોર્ડ નાં નગર સેવક રોશનબેન ત્રાયાએ આપેલ, નવા મંજુર કામોની માહીતી આઇશુબેન સમાએ આપેલ, તેમજ વોર્ડનું તૈયાર થયેલ આયોજન સુલેમાનભાઇ હીંગોરજાએ રજુ કરેલ. જે બધી બાબતો થી નાગરીકો માહીતગાર બન્યા હતા.